રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ

હવામાન વિભાગ દ્વારા કરાયેલી માવઠાની આગાહી પ્રમાણે, આજે 2 માર્ચની વહેલી સવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં રાજકોટ, દ્વારકા, જામનગર, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં એક બાદ એક કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં બપોરે 12 વાગ્યા આસપાસ અચાનક ઠંડો પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રસ્તાઓ પર પાણી વહેતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો જામનગરના કાલાવડની માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલો ખેડૂતોનો પાક પલળી ગયો હતો. પડધરી પંથકમાં વરસાદી ઝાપટું વરસતાં પાકને નુકસાન થવાની શક્યતા વધી છે. અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં SG હાઈવે, ઘુમા, બોપલ, સરખેજ, થલતેજ, ગોતા, સી.જી. રોડ, નેહરુનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે શાહીબાગ અને બાપુનગરમાં કરાં સાથે વરસાદ પડ્યો હતો.

ખંભાળિયા શહેરમાં પણ વહેલી સવારે વરસાદી માહોલ વચ્ચે વરસાદી ઝાપટું વરસતાં શહેરના માર્ગો પાણીથી તરબોળ બની ગયા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટાં વરસતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કમોસમી માવઠાના પગલે આજે સવારે વાતાવરણ ઠંડુંગાર બની રહ્યું હતું. આ વરસાદની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી અને બજારો મોડાં ખૂલ્યાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *