સુરતમાં માત્ર 12 વર્ષના કિશોરે સંબંધીની 8 વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું

સુરતમાંથી વધુ એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટના સામે આવી છે. માત્ર 12 વર્ષના કિશોરે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કાકા-કાકી સાથે રહેતી માત્ર 8 વર્ષની બાળકી સાથે નજીકમાં રહેતા સંબંધીના 12 વર્ષના કિશોરે દાનત બગાડી હતી. કિશોરે બાળકીને ઝૂંપડામાં લઈ જઈ માર મારી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને લોહીલુહાણ કરી નાખી હતી. એને લઈ કિશોરે બાળકીને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી. જોકે બાળકીને તેનાં કાકા-કાકીએ લોહી નીકળતાં જોઈ પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો હતો. બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે કિશોર સામે ફરિયાદ નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ એમપીના જોળવા ખાતે રહેતાં પતિ-પત્ની તેની આઠ વર્ષની ભત્રીજીને લઈ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વસવાટ કરે છે. ગઈકાલે સવારે 10થી બપોરના 12:30 વાગ્યાના અરસામાં આઠ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે તેના ઘરની પાસે ઝૂંપડામાં રહેતા તેના સંબંધિત 12 વર્ષના કિશોરે બાળકી પર દાનત બગાડી હતી. હવસખોર કિશોરે બાળકીને પોતાના ઝૂંપડામાં લઈ જઈ તેને માર મારી ડરાવીધમકાવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ દરમિયાન બાળકીના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. એને લઈ બાળકીને લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું. આ ઉપરાંત તેને માર મારતાં પણ તેના શરીરે વાગ્યું હતું અને લોહીલુહાણ થઈ ગઈ હતી. જેથી કિશોર પણ ગભરાઈ ગયો હતો અને આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *