અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન આજથી, એટલે કે પહેલી માર્ચથી શરૂ થઈ રહ્યું છે. આજે ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ, અટાયર એલિગન્ટ કોકટેલ’ ઇવેન્ટ છે. આ ઇવેન્ટમાં દેશ-દુનિયાની અનેક હસ્તીઓ સામેલ થવાની છે. બોલિવૂડ સ્ટાર્સ, ક્રિકેટર્સ તથા ઇન્ડિયન બિઝનેસમેન જામનગર આવી ગયા છે.
પોપ સ્ટાર રિહાના પર્ફોર્મ કરશે
રિહાના 29 ફેબ્રુઆરીએ અને તેની ટીમ એક દિવસ પહેલાં જ જામનગર આવી ગઈ છે. રિહાના એરપોર્ટથી સીધી હેલિકોપ્ટરમાં બેસીને રિલાયન્સ ગ્રીન્સ પહોંચી હતી. રિહાના પતિ રૉકી સાથે આવી હતી.
પહેલી માર્ચની ઇવેન્ટ સાંજે સાડા પાંચ વાગ્યાથી શરૂ થશે. કાર્યક્રમમાં સૌ પહેલાં અંબાણી પરિવાર સ્પીચ આપશે. ત્યારબાદ સ્ટાર્સના પર્ફોર્મન્સ યોજાશે. ત્યારબાદ વનતારા શો યોજાશે. આ પછી ડ્રોન શો પણ યોજાવાનો છે. માનવામાં આવે છે કે આ પહેલાં ક્યારેય યોજાયો ના હોય તેવો ડ્રોન શો અંબાણી પરિવાર યોજવાના છે. ડ્રોન શો પૂર્ણ થયા બાદ રિહાનાનું પર્ફોર્મન્સ થશે. પછી ડિનર યોજાશે.