રાજકોટ-મોરબી રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી

રાજકોટ-મોરબી રોડ પર બેડી ચોક નજીક 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો. આ ટ્રાફિકજામથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. પોતાના કામ પર જતા લોકો બેથી ત્રણ કલાક સુધી આ ટ્રાફિકજામમાં ફસાયા હતા. વહેલી સવારના 7 વાગ્યાથી અહીંયાં ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે લોકોને રાજકોટથી અમદાવાદ તેમજ મોરબી જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રાફિકજામનાં દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયાં છે. જેમાં વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, રસ્તાના સમારકામની કામગીરીના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટથી અમદાવાદ અને મોરબી જતા મુસાફરોએ આજે સવારના 7 વાગ્યે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિકજામ ત્રણ કિલોમીટર સુધી જોવા મળ્યો હતો. રસ્તા પર વાહનચાલકો રોંગ સાઈડમાં પણ આવી ગયા હતા અને રાજકોટથી મોરબી અને અમદાવાદ જતા લોકો પોતાના કામ પર પહોંચવા બેથી ત્રણ કલાક મોડું થયું હતું.

રાજકોટ-મોરબી હાઈવે પર બેડી ચોકડીથી અમદાવાદ તરફ જતા રસ્તાને હાઈવે સાથે જોડતા માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. જેને રિપેર કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત બાદ ગત જાન્યુઆરી મહિનામાં રૂડા દ્વારા આ રસ્તાનું રિપેરિંગ માટે કામગીરી કરવા મંજૂરી આપ્યા બાદ રિપેરિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈ રાજકોટના માધાપર ચોકથી બેડી ચોક તરફ જતા રસ્તા પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *