બેન્કિંગ સેક્ટરમાં 1.4 લાખ કરોડના શેર ટોચની સંસ્થાઓ ખરીદ કરશે

દેશની અનેક મોટી સંસ્થા બેન્કો અને ફાઇનાન્સિયલ કંપનીઓમાં હિસ્સો વધારવાની તૈયારી કરી રહી છે. વિશ્લેષકો અનુસાર જ્યારે શેરમાર્કેટ હાઇ વેલ્યુએશન પર હોય છે ત્યારે બેન્કિંગ શેર્સને વાજબી કિંમતો પર મોટા દાવના રૂપમાં જોવામાં આવે છે.

દેશની મોટી સંસ્થાઓ બેન્કોના અંદાજે 1.4 લાખ કરોડ રૂપિયાના શેર્સની ખરીદી કરી શકે છે. તેમાં એચડીએફસી ઉપરાંત આઇસીઆઇસીઆઇ, એસબીઆઇ અને એલઆઇસી સામેલ છે. એચડીએફસી ગ્રુપને RBI તરફથી છ બેન્કો – ઇન્ડસઇન્ડ બેન્ક, યસ બેન્ક, એક્સિસ બેન્ક, ICICI બેન્ક, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને બંધન બેન્કમાં હિસ્સો વધારીને 9.5% કરવાની મંજૂરી મળી છે.

LICને પણ કેટલાક દિવસ પહેલા HDFC બેન્કમાં પોતાનો હિસ્સો વધારીને 9.99% કરવાની મંજૂરી મળી છે. બાકીની સંસ્થાઓને પણ અલગ અલગ બેન્કોમાં હિસ્સો 9.9% સુધી વધારવા માટે RBI તરફથી મંજૂરી મળવાની આશા છે.

બેન્કિંગ શેર્સમાં તેજીની આશા: ICICI સિક્યોરિટીઝના એક રિપોર્ટ અનુસાર, બેન્કિંગ શેર્સમાં સંસ્થાકીય રોકાણકારો ઉપરાંત ઘરેલુ સંસ્થાકીય રોકાણ પણ વધવા જઇ રહ્યું છે. જેને કારણે શેર્સમાં તેજી આવશે. ફંડ મેનેજર પણ ફાઇનાન્સિયલ સેક્ટર, ખાસ કરીને પ્રાઇવેટ બેન્કોને લઇને ઉત્સાહિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *