બુમ…બુમ…બુમરાહનો કિવીઝ સામે કહેર

વેલિંગ્ટન ટેસ્ટમાં અત્યાર સુધી ભારતના ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો છે. અત્યારે પહેલા દિવસનો બીજો સેશન ચાલુ છે અને ન્યૂઝીલેન્ડનો સ્કોર 104/5 છે. ટીમ તરફથી હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર છે. હેનરી નિકોલ્સે કરિયરની 13મી ફિફ્ટી ફટકારી છે.

જસપ્રીત બુમરાહે પહેલી ઓવરમાં ટોમ લેથમને બોલ્ડ કર્યો. ત્યારબાદ ડેરીલ મિચેલ (એક રન)ને કેચ આઉટ કરાવ્યો. આકાશ દીપે રચિન રવીન્દ્ર (15 રન) અને અંશુલ કંબોજે ડેવોન કોનવેને પેવેલિયન મોકલ્યો.

જસપ્રીત બુમરાહનું એક વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં કમબેક થયું છે. તેણે છેલ્લી મેચ 22થી 26 નવેમ્બર 2025 દરમિયાન સાઉથ આફ્રિકા સામે ગુવાહાટીમાં રમી હતી. સિરાજ અને જાડેજાને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નથી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, આકાશ દીપ, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

ન્યૂઝીલેન્ડ (NZ): ટોમ લેથમ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, રચિન રવીન્દ્ર, ડેરીલ મિચેલ, ટોમ બ્લન્ડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, નાથન સ્મિથ, કાઇલ જેમિસન, મેટ હેનરી, જેકબ ડફી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *