ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકને ટક્કર આપવા માટે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અંતરિક્ષમાં 1,600 સેટેલાઇટનું એક મોટું નેટવર્ક બનાવવા જઈ રહી છે.
આ પ્રોજેક્ટ હેઠળ સપ્ટેમ્બર 2027માં પ્રથમ ટેસ્ટ મિશન લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત, કામમાં ઝડપ લાવવા માટે કંપની અમેરિકા પાસેથી પણ ઓછામાં ઓછા 400 સેટેલાઇટ ખરીદશે.
બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, રિલાયન્સ પૃથ્વીની નીચલી કક્ષામાં આ નેટવર્ક સ્થાપિત કરશે. આ માટે કંપની ભારતની સેટેલાઇટ બનાવતી કંપનીઓ, ટેક સ્ટાર્ટઅપ્સ અને મોટા ઔદ્યોગિક જૂથો સાથે ભાગીદારીની શક્યતાઓ શોધી રહી છે.
આ સમગ્ર નેટવર્કને વર્ષ 2035 સુધીમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. તેનાથી તાજેતરમાં લિસ્ટ થયેલી કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડને લાભ મળશે અને દેશના દૂરદરાજના વિસ્તારો સુધી મોબાઇલ ટાવર વિના હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડી શકાશે.