અમેરિકામાં રાહુલ બોલ્યા- ભારતીય લોકશાહી અમારા માટે પવિત્ર

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતીય લોકશાહી અમારા માટે પવિત્ર છે. મારા માટે, ભારતીય લોકશાહીમાં કોઈ સમસ્યા છે એવું કહેવું પણ મુશ્કેલ છે.

જો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લઈએ, તો એ જ ક્ષણે અમે ભારતીય લોકશાહીનો અંત લાવી દઈશું અને અમે તેનો અંત લાવવા માંગતા નથી. અમારી વ્યૂહરચના છે કે, અમે લડીએ અને ભારતના લોકોને જણાવીએ કે દેશમાં શું ચાલી રહ્યું છે.

રાહુલ ગાંધીએ આ વાત ગુરુવારે યુનિવર્સિટી ઑફ શિકાગોમાં પ્રોફેસર રોબર્ટ પેપ સાથે થયેલા સંવાદ દરમિયાન કહી.

આબોહવા સંકટનો સામનો કરવા માટે ભારત પાસે કેટલો સમય છે? તેના જવાબમાં રાહુલે રમૂજી અંદાજમાં કહ્યું કે, જો તમે દિલ્હીમાં રહેતા હો, તો તમારી પાસે સમય નથી. હું મારા ઘરમાં એર પ્યુરિફાયર (હવા સાફ કરવાનાં મશીનો) લગાવી રહ્યો છું, કારણ કે મને આખો દિવસ માથાનો દુખાવો રહે છે.

દિલ્હી જેવાં શહેરોમાં પ્રદૂષણને કારણે જેટલા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તે અત્યંત ચિંતાજનક છે. નાનાં-નાનાં બાળકોને ફેફસાંની બીમારીઓ થઈ રહી છે. લોકો કેન્સર જેવી બીમારીઓથી જીવ ગુમાવી રહ્યા છે.

ઇઝરાયલ સાથે ભારતના સંબંધો વિશે કહ્યું- ઑક્ટોબરમાં ઇઝરાયલમાં જે કંઈ થયું, હું તેની નિંદા કરું છું. મને લાગે છે કે, તે અત્યંત ભયાનક હતું. આવું ક્યારેય થવું ન જોઈએ. પરંતુ ગાઝામાં જે કંઈ થઈ રહ્યું છે, હું તેની પણ નિંદા કરું છું. કોઈ એક પક્ષની ભૂલને અવગણી શકાય નહીં. બંને પક્ષોની ભૂલોની નિંદા થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *