કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે બુધવાર સવારે અથડામણ શરૂ થઈ ગઈ છે. કાશ્મીર પોલીસે આ માહિતી આપી છે. કુલગામના જંગલપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી લતીફ ભટ્ટને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

લતીફ ભટ્ટ બે દિવસ પહેલાં થયેલી એક અથડામણમાં ઘાયલ થયો હતો, પરંતુ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. લતીફે નિસાર સાથે મળીને 11 નવેમ્બરે નૌપોરા અખરાનમાં CRPFની પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. તેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા.

સુરક્ષા દળોએ 16 નવેમ્બરે આમાંથી એક આતંકવાદી ઉમરને ઠાર માર્યો હતો. સેનાએ પહેલાં લતીફના માર્યા ગયાની વાત કહી હતી. પરંતુ બાદમાં જણાવ્યું કે, તેના પગમાં ગોળી વાગી છે.

નવેમ્બરના કુલગામ હુમલામાં સામેલ ઉમર નિસાર ડારે લશ્કર કમાન્ડર લતીફ ભટને છ મહિના સુધી આશ્રય આપ્યો હતો. બંનેએ હુમલા પહેલાં ઘણા વિસ્તારોની રેકી કરી હતી. સોમવારે થયેલી અથડામણમાં ડાર માર્યો ગયો, જ્યારે ભટ ભાગી ગયો. મંગળવારે પણ ડ્રોન અને શોધખોળ કરતા કૂતરાઓની મદદથી શોધખોળ ચાલુ રહી.

અહેવાલો મુજબ, નિસારે ઘરેથી નીકળ્યા બાદ ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) જોઈન કરી લીધું હતું. આ સંગઠનમાં સામેલ થયાના માત્ર એક જ અઠવાડિયા બાદ તેણે પોતાનો જીવ ગુમાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *