ભારતની સરકારી તેલ કંપનીઓ 2027માં અમેરિકાથી આશરે 27.5 લાખ મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) આયાત કરશે. આ માટે ઇન્ડિયન ઑઇલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)એ સંયુક્ત ટેન્ડર બહાર પાડ્યું હતું.
બજાર સાથે જોડાયેલા જાણકારોના જણાવ્યા અનુસાર, આ ટેન્ડર ચાર વૈશ્વિક કંપનીઓ- સાઉદી અરામકો, શેવરોન, ટોટલએનર્જીઝ ટ્રેડિંગ એસએ અને વિટોલને આપવામાં આવ્યું છે. આ પગલાનો હેતુ મધ્ય પૂર્વમાંથી થતી સપ્લાયમાં થયેલી ઘટને પૂરી કરવાનો છે.
અમેરિકાથી દર મહિને 5 મોટા જહાજ ભારત આવશે
ભારતીય સરકારી તેલ કંપનીઓએ આ ટેન્ડર સપ્ટેમ્બરમાં બહાર પાડ્યું હતું. તેના હેઠળ અમેરિકાથી દર મહિને 4 વેરી લાર્જ ગેસ કેરિયર (VLGC) કાર્ગો ‘ડિલિવર્ડ બેસિસ’ પર અને 1 કાર્ગો ‘ફ્રી-ઓન-બોર્ડ’ (FOB) બેસિસ પર મંગાવવામાં આવશે.
દર મહિને 1 કાર્ગો ‘ફ્રી-ઓન-બોર્ડ’ (FOB) બેસિસ પર ખરીદવામાં આવશે.
એક સામાન્ય VLGC જહાજમાં આશરે 46,000 ટન LPG આવે છે, જેમાં પ્રોપેન અને બ્યુટેનનું મિશ્રણ હોય છે. સામાન્ય રીતે આ કંપનીઓ આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા મામલાઓ પર કોઈ સત્તાવાર નિવેદન આપતી નથી.