ધમકીઓ વચ્ચે બેખોફ ‘શહેનશાહ’

અમિતાભ બચ્ચનને તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાન ‘જલસા’ને ત્રીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવા છતાં તેઓ સંડે દર્શન માટે બહાર નીકળ્યા.

ગુરુવારે સવારે તેમના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હતો. આ ઉપરાંત દિલ્હી પોલીસે પણ તેમના ઘરની બહાર ફાયરિંગ કરવાની સાજિશ રચનારા બે શાર્પશૂટર્સને પકડી પાડ્યા છે.

આ તમામ ધમકીઓ વચ્ચે અમિતાભ બચ્ચન કડક સુરક્ષા ઘેરામાં જલસાના મુખ્ય ગેટ પર આવ્યા અને મોટી સંખ્યામાં એકઠા થયેલા ચાહકોનું અભિવાદન કર્યું.

સન્ડે દર્શનમાં કડક સુરક્ષા વચ્ચે અમિતાભ હંમેશની જેમ શાંત દેખાયા. તેમણે સફેદ કુર્તા સાથે ઓરેન્જ, વાદળી અને સફેદ રંગની પ્રિન્ટવાળી જૅકેટ તેમજ મેચિંગ ટોપી પહેરી હતી.

મંચ પર આવ્યા બાદ તેમણે સૌથી પહેલાં હાથ જોડીને પ્રશંસકોને નમસ્તે કર્યું અને તાળીઓ પાડી. ત્યારબાદ તેઓ બંને હાથ હલાવતા ભીડમાં હાજર તેમજ દૂર ઊભેલા ફેન્સ તરફ ઈશારો કરી સંવાદ કરતા જોવા મળ્યા. જલસાની બહાર મોટી સંખ્યામાં પ્રશંસકો પોતાના મોબાઇલ ફોનથી તેમની તસવીરો અને વીડિયો બનાવતા જોવા મળ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *