જેતપુરના ભાદર નદીના પુલ પાસે રેલવે ટ્રેક પર માલગાડીની અડફેટે બિહારના 44 વર્ષના શ્રમિકનું મોત થયું. ઘટના વહેલી સવારે બની હતી.
મળતી માહિતી મુજબ, યુવક ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે માલગાડીની અડફેટે આવ્યો હતો. તેને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.
જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આધાર કાર્ડના આધારે મૃતકની ઓળખ બિરેન્દ્ર કામશ્વર શાહ તરીકે થઈ છે. તેઓ આશરે 44 વર્ષના હતા અને બિહારના ભોજપુર જિલ્લાના શિવપુરના ચઈયાચક દેવપુરના રહેવાસી હતા.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહનો કબજો લીધો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે બિહારમાં રહેતા પરિવારજનોનો સંપર્ક કરવા અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.