VHPના મોટા માથા છીએ, નોકરી ખાઈ જઈશું

રાજકોટ-ગોંડલ હાઈવે પર ઢોલરા ગામના પાટિયા પાસે ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મચારીઓ સાથે રાજસ્થાન પાસિંગની સ્કોર્પિયો કારમાં સવાર લોકો દ્વારા બોલાચાલી, ઝપાઝપી અને મારામારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. વાહન ચેકિંગ દરમિયાન સીટબેલ્ટ નહીં બાંધવા, ઓવરલોડ અને પરમિટ ન હોવા સહિતના ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો ભરવાનું કહેતાં કારમાં સવાર લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણ TRB જવાનને ફડાકા ઝીંકી દીધા હતા અને VHPના મોટા માથા છીએ, નોકરી ખાઈ જઈશું તેરી ધમકી આપી હતી. જેથી આજીડેમ પોલીસ મથકમાં 7 શખ્સો સામે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ મુન્નાભાઈ મકવાણા સહિતના પોલીસ કર્મચારીઓ અને TRB જવાનો ઢોલરા ગામના પાટિયા પાસે રાજકોટ-ગોંડલ હાઈવે પર સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધી ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન સવારે આશરે 10:50 વાગ્યે ગોંડલ તરફથી રાજકોટ તરફ આવતી સફેદ રંગની રાજસ્થાન પાસિંગની સ્કોર્પિયો કાર (નંબર RJ10UA5940) શંકાસ્પદ જણાતાં તેને ચેકિંગ માટે રોકવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ, કારના કાળા કાચ, ક્ષમતા કરતાં વધુ મુસાફરો, ચાલકે સીટબેલ્ટ નહીં બાંધ્યો હોવા સહિતની બાબતો ધ્યાનમાં આવતાં વાહનચાલકને પૂછપરછ કરી જરૂરી દસ્તાવેજો માગવામાં આવ્યા હતા. ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો ભરવાનું કહેતાં કારચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાનો ભાઈ વકીલ હોવાનું કહી ચલણ નહીં ભરવાની જીદ પકડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *