કોંગી ધારાસભ્યની પોલીસને ચેતવણી

રાજકોટ અને સુરતમાં હવે જાહેરમાં થુંકનાર અને ગંદકી ફેલાવનાર સામે કડક પગલા લેવાશે.રાજકોટ મનપાએ ‘સ્વચ્છતા હી સેવા’ નામનું અભિયાન હાથ ધરીને રાજકોટિયન્સને પણ ગંદકી ન કરવા અપીલ કરી છે.આ પહેલા જ વર્ષ 2017થી RMC દ્વારા જાહેરમાં રસ્તા પર થૂંકનારાને 250 રૂપિયાનો દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું હતું.જેમાં CCTVની મદદથી આવા લોકોને ઝડપી લઈ દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધીમાં રાજકોટીયન્સે રસ્તા પર થૂંકવાનાં 23 લાખ ચૂકવ્યા છે. જે ને લઈને હવે તંત્રએ કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.તો સુરતમાં પણ 3 હજાર 250 સીસીટીવી કેમેરાની મદદથી જાહેરમાં થૂંકનારાઓને શોધી દંડની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.હવે જો સુરતીઓ જાહેરમાં પિચકારી મારતા પકડાશે તો પહેલીવાર 100 રૂપિયા અને બીજીવાર ગંદકી કરતા ઝડપાશે તો અઢી ગણો દંડ વસૂલવાનો નિર્ણય કરાયો છે. જો કોઈ વ્યક્તિ સમયમર્યાદામાં દંડ નહીં ભરે તો તેને વધારે દંડ ભરવો પડશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોંગી ધારાસભ્યની પોલીસને ચેતવણી
માં બિરસમુંડાની પ્રતિમાંના સ્થાપન પ્રસંગે વાંસદાના કોંગી આદિવાસી ધારાસભ્યએ પોલીસ, ભરૂચ સાંસદ, ભાજપ સરકાર અને તંત્રને પડકાર ફેંકી આદિવાસી સમાજને 2024 માં ભાજપ હટાવી, આદિવાસી લાવવા હાંકલ કરી હતી. નેત્રંગમાં બિરસામુંડાની પ્રતિમાં મુકવાને લઈ તંત્રે ચાર રસ્તા ખાતે નોંધાવેલ વાંધા સામે આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પોલીસ અને તંત્રને ખુલ્લો પડકાર આપ્યો હતો. હવે હજારો બિરસમુંડા પેદા થયા હોય જીવીશું ત્યાં સુધી ભાજપને મત નહિ આપવાની આદિવાસીઓને હાંકલ કરી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાને પણ પડકાર ફેંકી બહુ બબડ બબડ કરતા હોય ગામે ગામ બિરસામુંડાની પ્રતિમા મુકો તો ખરા આદિવાસી સાંસદ કહેવાશો તેમ કહી દીધું હતું.સાથે જ પોલીસને જાણે ચેતવણી આપતા હોય તેમ ‘પોલીસ મિત્રોને અહીં રહેવું હોય તો આદિવાસી સમાજની પરવાનગી લેવી પડશે’તેમ પણ કહી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *