ધોરાજી પોલીસે બુટલેગર પાસેથી 450 લિટર દારૂ પકડ્યો

ધોરાજી તાલુકા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી છે. પોલીસે એક બુટલેગર પાસેથી 450 લિટર દેશી દારૂ સહિત કુલ 1.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પ્રતાપ ઉર્ફે ટેકિયા હેમુભાઈ વાઘેલા અને અશરફ સલીમભાઈ શેખની ધરપકડ કરવામાં આવી છે. સંદીપ જીકુભાઈ સોલંકી અને અન્ય એક આરોપી હજુ ફરાર છે.

જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 450 લિટર દેશી દારૂ (આશરે 60,000 રૂપિયા), એક TVS જ્યુપિટર-125 મોટરસાયકલ (60,000 રૂપિયા), VIVO Y16 મોબાઈલ (9,000 રૂપિયા) અને Redmi A3x મોબાઈલ (4,000 રૂપિયા)નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *