નુસરત ભરુચાનો બાલીમાં અકસ્માત

બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચાનો ઇન્ડોનેશિયાના બાલીમાં અકસ્માત થયો છે. આ અકસ્માતમાં તેને ઈજા થઈ છે. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એનડીટીવીએ પોતાના અહેવાલમાં આવો દાવો કર્યો છે.

જોકે, તેની ઈજા કેટલી ગંભીર છે તેની માહિતી સામે આવી નથી. એનડીટીવીના અહેવાલમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, નુસરત બાલીમાં કામના સંદર્ભે ગઈ હતી. આ દરમિયાન તે અકસ્માતનો ભોગ બની હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સારવારને કારણે નુસરતને બાલીમાં પોતાનું રોકાણ વધારવું પડ્યું છે.

નોંધનીય છે કે, અકસ્માતના લગભગ એક અઠવાડિયા પહેલાં નુસરતે સોશિયલ મીડિયા પર રજાઓની કેટલીક તસવીરો શેર કરી હતી.

નુસરત ટાઇગર શ્રોફની આગામી ફિલ્મની કાસ્ટમાં સામેલ થવાની પણ ચર્ચા છે. આ ટાઇગર અને નુસરતની પહેલી ઑન-સ્ક્રીન જોડી હશે.

એક સૂત્રએ પિંકવિલાને જણાવ્યું, “ટીમને એવી એક્ટ્રેસ જોઈતી હતી, જે વાર્તામાં મજબૂતી અને ભાવનાત્મક ઊંડાણ લાવી શકે. નુસરત હંમેશાં સૌથી મજબૂત વિકલ્પોમાંની એક રહી છે.”

ફિલ્મમાં પશ્મિના રોશન, અભિષેક બેનર્જી અને એલ્વિશ યાદવ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *