ગોંડલની ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલે 15 વર્ષથી વધુ ઉંમરની બહેનો માટે 10 દિવસીય નિ:શુલ્ક ગરબા વર્કશોપ શરૂ કર્યો છે. સંસ્કૃતિ જતન અને મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ શિબિરમાં પહેલા જ દિવસે 350 થી વધુ બહેનો જોડાઈ હતી.
કાર્યક્રમ દીપ પ્રાગટ્યથી શરૂ થયો. ગરબાના સ્ટેપ્સ શીખવવા ટ્રેનર્સ ખ્યાતિબા જાડેજા અને ધનશ્રી બાબર સેવા આપી રહ્યા છે. ગોંડલના તમામ વિસ્તારોમાંથી આવતી બહેનો માટે શાળા દ્વારા નિ:શુલ્ક બસ સુવિધા પણ અપાઈ છે.
કૃષ્ણકાંતભાઈ ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ 16 વર્ષથી રાજકોટના ચાચર ચોક ખાતે પ્રાચીન નવરાત્રીનું આયોજન થાય છે, જેમાં 500 થી વધુ વિદ્યાર્થીનીઓ ભાગ લે છે.