જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો. આ અથડામણ ખાનસાહિબના પાલમેદન મુગપથરી જંગલ વિસ્તારમાં થઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર હાશિમ મૂસા તરીકે થઈ છે. હાલમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
કેટલાક અન્ય આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતા છે. તેમને ભાગી જતાં રોકવા માટે વધારાના સુરક્ષા દળોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
ઇન્ડિયન આર્મીએ આ એન્કાઉન્ટરને ઓપરેશન કોરાગ નામ આપ્યું છે. સેનાએ X પર જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ યૂસમર્ગના કોરાગ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
સુરક્ષાદળોએ શંકાસ્પદ હિલચાલ જોઈ. આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો, જેના પછી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. એક આતંકી માર્યો ગયો. ઓપરેશન હજુ ચાલુ છે.