ખેડાના લવાલ ગામે મારામારી કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહિપતસિંહ ચૌહાણના પુત્ર સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ કોલેજની એક યુવતી કે જેને ધર્મની બહેન માની છે, તેને સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા મહિપતસિંહ ચૌહાણના પુત્ર કૃષ્ણપાલસિંહે ફરિયાદીને માથામાં લોખંડની પાઇપ મારી હોવાનો આક્ષેપ કરાયો છે.
ગઇકાલે મહિપતસિંહ ચૌહાણના પુત્ર કૃષ્ણપાલસિંહને લોખંડની પાઇપથી માથામાં ફટકો મારી ગંભીર ઇજા પહોંચાડાઈ હોવાનો અને તેના કાકા અને મિત્રને પણ માર મારવા મામલે માતર પોલીસ મથકે લવાલ ગામના જ 9 શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસમાં ફરિયાદી મહાવીરસિંહ પાસે પહોંચ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે હુમલાના બીજા દિવસે આરોપી કૃષ્ણપાલસિંહના માતા તથા મહિપતસિંહ ચૌહાણના પત્ની પારૂલબેન ચૌહાણ કે જે હાલમાં લવાલ ગામના સરપંચ છે, તેઓ અન્ય ફરિયાદીની માતા અને 50 મહિલા લઈ ફરિયાદીના ઘરે હુમલો કરવા ગયા હતા.