ઉજ્જૈનમાં મસ્જિદ તોડવા વિરુદ્ધની અરજી રદ

ઉજ્જૈનમાં શાહી મસ્જિદ મામલે દાખલ કરાયેલી અરજી મધ્યપ્રદેશ હાઈકોર્ટે રદ કરી દીધી છે. તમામ પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે જિલ્લા પ્રશાસન અને શાહી મસ્જિદ કમિટી વચ્ચે થયેલા સમાધાનના આધારે મામલાનો નિકાલ કરી દીધો.

અરજદાર શાહી મસ્જિદ કમિટીના એડવોકેટ કુલદીપ પાઠકે જણાવ્યું કે- કમિટી અને પ્રશાસન વચ્ચે થયેલા સમાધાન અનુસાર રસ્તા માટે 3 ફૂટ જગ્યા સાથે કેટલીક દુકાનો હટાવવા પર સહમતિ બની છે. મોટી મિનારને બીજી તરફ ખસેડવામાં આવશે. દુકાનો માટે બીજી જગ્યા આપવામાં આવશે.

આ પહેલાં મસ્જિદનો એક ભાગ તોડવાને લઈને સોમવારે સવારે ભારે હોબાળો થયો હતો. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જવાબમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટિયર ગેસ છોડવામાં આવ્યો. ભીડને હટાવતી વખતે મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી ઘાયલ થઈ ગયાં.

વિવાદ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ બપોર થતાં ફરી પથ્થરમારો શરૂ થઈ ગયો. પોલીસે ફરી લાઠીચાર્જ કરીને ટિયર ગેસ છોડ્યો. હોબાળા વચ્ચે કાર્યવાહી ચાલુ રહી. જોકે, નમાજના સમયે તેને રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ મામલો શાંત થઈ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *