બેંકોમાં 5 દિવસ કામકાજની માંગને લઈને આજથી થનારી ત્રણ દિવસની બેંક હડતાળ મુલતવી રાખવામાં આવી છે. એટલે કે 28, 29 અને 30 સપ્ટેમ્બરે થનારી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળ હાલમાં નહીં થાય.
ઇન્ડિયન બેંક એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ વચ્ચે રવિવારે મોડી રાત્રે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં રજાઓની માંગને લઈને કમિટી બનાવવા પર સહમતિ બની છે.
બેંક યુનિયનો 5-ડે વર્કિંગ એટલે કે સોમવારથી શુક્રવાર સુધી બેંક ખોલવાની અને શનિવાર-રવિવાર રજાની માંગ કરી રહી હતી. આ સિવાય PLI સ્કીમ અને કેટલાક અન્ય બાકી મુદ્દાઓ પર પણ વિવાદ હતો.