રાજકોટના વેપારી સાથે ₹8.12 લાખનું સાયબર ફ્રોડ

રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને પેકેજીંગ ફિલ્મ ટ્રેડિગનો વ્યવસાય કરતા 33 વર્ષીય વિમલ ચનીયારા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં તેમને પોતાના વાહનની વિગતો ધરાવતી ડિટેઇલ સાથે એક મેસેજ વોટ્સએપ પર વિદેશી નંબર પરથી આવ્યો હતો અને તેમાં સાથે આવેલ અજાણી લિંક પર ક્લિક કરતા તેમના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી સાયબર ગઠિયાઓએ કુલ ₹8.12 લાખની રકમ સેરવી લીધી હતી. હાલ સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિદેશ નંબરથી વોટ્સએપમાં લિંક મોકલી હતી
ફરિયાદી વિમલભાઈ રમેશભાઈ ચનીયારાએ જણાવ્યું હતું કે, તારીખ 28 જુલાઈ, 2026ના રોજ વોટ્સએપમાં એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જે મેસેજ વિદેશના મોબાઇલ નંબર પરથી આવ્યો હતો, જે મેસેજ ખોલી જોતા તેમાં મારા વાહન સાથે સંબંધિત માહિતી દર્શાવવામાં આવી હતી, જેમાં મારા વાહનનો નંબર દર્શાવવામાં આવ્યો હતો. જેથી મને એવું લાગ્યું કે કદાચ આ મેસેજ વાહન સંબંધિત કોઇ જરૂરી માહિતી અથવા કામગીરી માટે કરવામાં આવ્યો હશે. ત્યારબાદ મેસેજમાં એક લિંક પણ મોકલવામાં આવી હતી, જે લિંક બાબતે કોઇ જાણકારી ન હતી.

ઓટીપી મેસેજ આવ્યા બાદ ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા
મેસેજમાં વાહન સંબંધિત માહિતી દર્શાવેલી હોવાથી તથા લિંક મારફતે જરૂરી કામગીરી કરી શકાશે તેવું સમજી મેં લિંક ઓપન કરી, ત્યારે મારે બીજા કોઈ વ્યક્તીનો પર્સનલ કામ માટે કોલ આવતા આ ઓપન થયેલી લિંક બંધ કરી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે મારા મોબાઇલ ફોનમાં 50 થી 60 જેટલા અલગ અલગ જાહેરાત સંબંધિત ઓટીપી મેસેજ આવ્યા, ત્યારબાદ મારા બેંક ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેકશનથી પૈસા ઉપડી ગયા હોવાના મેસેજ આવ્યા હતા. જેમાં મારી જાણ બહાર મારા યશ બેંકના ખાતામાથી કુલ ₹49,000 તથા કોટક મહિન્દ્રા બેન્કમાંથી કુલ ₹5,65,579 મળી કુલ ₹6,14,579 જેટલી રકમના ટ્રાન્જેક્શન થયા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *