પડધરી પંથકમાં વિશ્વકર્મા પૂજાની ઉત્સાહભેર ઉજવણી, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

આજે સમગ્ર દેશમાં શિલ્પ અને સ્થાપત્યના દેવ ભગવાન શ્રી વિશ્વકર્મા પૂજન પર્વની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે પડધરી તાલુકાના મોવૈયા ગામમાં આવેલા ગુર્જર સુથાર વિશ્વકર્મા મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

વિશ્વકર્મા પૂજાના દિવસે મોવૈયા મંદિરે ખાસ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ સાથે નવો ધ્વજ ચઢાવવામાં આવ્યો અને મહાઆરતી પણ થઈ. આ પ્રસંગે પડધરી તાલુકા અને આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ગુર્જર સુથાર જ્ઞાતિના લોકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

ધાર્મિક વિધિ પૂરી થયા પછી બધા ભાવિકોએ સાથે મળીને નાસ્તો કર્યો હતો. તેમણે એકબીજાને વિશ્વકર્મા પૂજાની શુભેચ્છાઓ આપી અને આ પર્વની ઉજવણી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *