પ્રભાબેન ગુણા સહિત બંનેને સન્માન સાથે વિદાય; તેમણે એક જ શાળામાં 36 વર્ષ સેવા આપી

વાસાવડ નજીકના દડવા રાંદલ ગામની પ્રાથમિક શાળામાં પ્રભાબેન મોહનભાઈ ગુણા અને કાંતાબેન વસતાણીની નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારોહ યોજાયો. બંને શિક્ષિકાઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયાં હતાં.સમારોહમાં પ્રભાબેન ગુણા દ્વારા એક જ શાળામાં સતત 36 વર્ષ સુધી અપાયેલી શૈક્ષણિક સેવાને બિરદાવવામાં આવી. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર અને શિસ્તનું માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં રાંદલ માતાજી મંદિરના મહંત રમેશપ્રગટ બાપુ, હરેશપ્રગટ બાપુ, પ્રતાપપ્રગટ બાપુ અને દીપકપ્રગટ બાપુ હાજર રહ્યા હતા. અમર સાહેબ આશ્રમના ચંદ્રેશ બાપુ, સાવિત્રીબા અને દેવગામ હાઈસ્કૂલ ટ્રસ્ટના પુનાબાપાએ પણ આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી.જિલ્લા પંચાયત સભ્ય સંજયભાઈ વાળા, ભગીરથભાઈ વાળા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ પાંચાણી, પૂર્વ તાલુકા સભ્ય જયસુખભાઈ પાંચાણી અને સરપંચ મનસુખભાઈ બરવાળીયા હાજર રહ્યા હતા.તાલુકા શિક્ષણાધિકારી નિતેશભાઈ હિરપરા, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ વિમલભાઈ દેવાણી, સીઆરસી અમિતભાઈ, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, ભૂતપૂર્વ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સમારોહમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *