જસદણ-ખાનપર રોડ પર આવેલી ‘ડીલક્સ સીટ કવર’ દુકાનમાં રાજકોટ ગ્રામ્ય ANWની ટીમે ખાનગી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 691 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત રૂ. 34,500 ગણવામાં આવી છે, તેની સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી અફઝલ હનીફભાઈ સોલંકીને પકડ્યો હતો. ગાંજા ઉપરાંત મોબાઇલ સહિત કુલ રૂ. 38,500નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.પોલીસનો આરોપ છે કે પ્રાથમિક તપાસમાં આ ગાંજો વેચાણના ઇરાદે રાખવામાં આવ્યો હતો. આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરાઈ છે.પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં મનોજભાઈ ઉર્ફે જોન મહેશભાઈ જેઠવા નામનો આરોપી હજુ ફરાર છે.