રાજકોટમાં દિવાળી પૂર્વેના છેલ્લા રવિવારે ખરીદીમાં રોનક

રાજકોટમાં દિવાળી પૂર્વેના છેલ્લા રવિવારે 50 વર્ષથી વધુ જૂની હેરિટેજ ગણાતી ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. અહીં 2000 થી વધુ દુકાનોના વેપારીઓ દ્વારા સમગ્ર બજારને રોશનીથી શણગારવામાં આવી છે. જેના આકાશી દ્રશ્યો લોકોમાં ખરીદીનો ઉત્સાહ બતાવે છે.

વેપારી એસોસિએશનનું કહેવું છે કે આ વખતે કાપડ અને કપડાના ભાવમાં 20થી 25 ટકાનો વધારો થયો છે આમ છતાં પણ લોકોમાં ખરીદી માટેનો ઉત્સાહ ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે. અહીં નાના બાળકોથી લઈ મહિલાઓ અને વડીલોના રેડીમેઈડ કપડા, કાપડ અને ઘર સુશોભનની ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે. જેથી અહીં લોકોએ આજે મન મૂકીને ખરીદી કરી હતી. જેના લીધે બજારમાં ભારે ભીડ જોવા મળી હતી.

રાજકોટના હોલસેલ ટેક્સ્ટટાઈલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ હિતેશ અનડકટે જણાવ્યું હતું કે, રાજકોટના લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને ઘી કાંટા રોડ વિસ્તારમાં આવેલી સૌથી જૂની હેરીટેજ માર્કેટમાં દિવાળીના તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ માર્કેટમાં આશરે 2,000 જેટલી દુકાનો આવેલી છે, જ્યાં કપડાં, શૂઝ, સાડી, શૂટિંગ-શર્ટિંગ અને જૅન્ટ્સ વેર સહિતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *