પોરબંદર દાદર ટ્રેનમાં સફાઈ કરતા બે શખ્સ દારૂ સાથે ઝડપાયા

પોરબંદર દાદર ટ્રેનમાં સફાઈકર્મીની ફરજ બજાવતા અને ઉપલેટાન રહીશ બે શખ્સ પાસેથી 29 ચપલા વિદેશી દારૂ મળી આવતાં આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

પોરબંદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2. પર જામનગર રેલવે પોલીસની ટીમે શંકાસ્પદ હાલતમાં પસાર થતા બે શખ્સને વિદેશી દારૂના 29 ચપલા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

પશ્ચિમ રેલવે અમદાવાદ અને રાજકોટ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જામનગર રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પાંચીયાની સુચનાથી પોરબંદર રેલવે આઉટ પોસ્ટના સ્ટાફે પ્લેટફોર્મ પર વોંચ ગોઠવી હતી.

તે દરમિયાન બે શખ્સને રોકી તલાશી લેતા થેલામાંથી મહારાષ્ટ્ની અલગ-અલગ બ્રાન્ડના વિકસ્કીના પ્લાસ્ટિક ક્વાર્ટર મળી આવ્યા હતા. પોલીસે બંને વિરૂધ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ બે ગુના નોંધી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.

પોલીસે ઉપલેટાના બન્ને આરોપી સંજયકુમાર મગનભાઈ દેરરોજા (ઉ.વ. 43, રહે. જડેશ્વર નગર, ઉપલેટા) અને સુનીગર ભામગર ગોસાઈ (ઉં.વ. 37, રહે. નાગનાથ ચોક, કોળી વાળી, ઉપલેટા)ની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *