ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે ચીન વિલન બનશે, એક્સપર્ટની ચેતવણીએ રોકાણકારોની ચિંતા વધારી

ભારતીય શેરબજારમાં સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. દરરોજ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે પણ શેરબજાર ઘટીને બંધ થયું હતું અને ગઈકાલે પણ તેમાં ભારે દબાણ જોવા મળ્યું હતું. આ ઘટાડા પાછળનું એક મોટું કારણ ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

શેરબજારોમાં મોટા ઘટાડાના સંકેત

આ દરમિયાન, યુબીએસ ઇન્વેસ્ટમેન્ટ બેંકના મુખ્ય વૈશ્વિક વ્યૂહરચનાકાર ભાનુ બાવેજાએ મોટા ખતરાની ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે ચીનની માગમાં ભારે ઉછાળો અને હોર્મુઝથી ઓઈ સપ્લાયમાં અવરોધને કારણે ઓઈલની કિંમતોમાં ભારે ઉછાળો આવી શકે છે. જો આવું થયું તો શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળશે. ખાસ કરીને ભારતીય બજારમાં તેની અસર વધુ દેખાઈ શકે છે, કારણ કે ભારત ઊર્જા માટે અન્ય દેશો પર નિર્ભર છે.

બાવેજાએ એક તર્ક રજૂ કરતા કહ્યું કે શરૂઆતમાં જ્યારે હોર્મુઝ બંધ થયું હતું ત્યારે એવું માનવામાં આવતું હતું કે ઓઈલની કિંમતો 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જશે, પરંતુ આવું થયું નહીં અને તે લાંબા સમય સુધી 120 ડોલર સુધી પણ ટકી શકી નહીં. તેનું એક મહત્વપૂર્ણ કારણ ચીન હતું.

આ વર્ષની શરૂઆતમાં ચીન ઓઈલ ખરીદી રહ્યું ન હતું, જેનો અર્થ હતો કે અવરોધ હોવા છતાં ઇન્વેન્ટરીમાં ઘટાડો થયો ન હતો. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, કારણ કે ચીન ફરીથી બજારમાં આવી ગયું છે. ઓઈલની કિંમતોમાં ઘટાડાની રાહ જોતા ખરીદી ટાળનારી એરલાઇન્સ અને અન્ય કંપનીઓ પણ હવે ખરીદદાર તરીકે પાછી ફરી શકે છે. જ્યારે પુરવઠો હજુ પણ મર્યાદિત છે, જેનો અર્થ છે કે ઓઈલની કિંમતો ઉપર જવાનું નિશ્ચિત દેખાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *