ગોંડલના ચકચારી આઇકોનિક મેળા હત્યા કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ યથાવત રાખ્યો છે. બે દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં આજે, 14 સપ્ટેમ્બરના રોજ તમામ આરોપીઓને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે કેસમાં ફરાર વધુ એક આરોપીને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ રાખી છે.
પાંચ આરોપીઓને ગોંડલ જેલમાં મોકલાયા ગત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ આરોપીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડની મુદત પૂર્ણ થતાં આરોપીઓને આજે ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ બાદ મુખ્ય હુમલાખોર રાહુલ રાજુ ડોડિયા સહિત સમીર અકબર સુમરા, અલ્ફાજ રફીક શેખ, નવાજ ઈરફાન દોઢિયા અને અસફાખ મજીદ જુનેજાને ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ ગોંડલના વોરા કોટડા રોડ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ત્રણ સગીરોને બાળ સુધાર ગૃહમાં મોકલાયા આ કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય ત્રણ સગીર બાળકોને પણ નિયમો મુજબ બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે. આમ, પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીઓ સામે કોર્ટની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.