2027 એશિઝ રમવા પર સ્ટીવ સ્મિથ બોલ્યા- હજુ બહુ દૂર

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથે આગામી એશિઝ સિરીઝ સુધી ટેસ્ટ ક્રિકેટ રમવાની ગેરંટી આપી નથી. તેણે કહ્યું- ‘મને હજુ એ પણ ખબર નથી કે હું ત્યારે ત્યાં હોઈશ કે નહીં. હું સિરીઝ-દર-સિરીઝ આગળ વધી રહ્યો છું. તે સમય હજુ ઘણો દૂર છે.’

સ્મિથે આ વાત ડબલિનમાં એમ્સ્ટરડેમ ફ્લેમ્સ માટે યુરોપિયન T-20 પ્રીમિયર લીગ રમતી વખતે કહી હતી. જોકે, સ્મિથ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયા માટે રમવા માંગે છે. આ માટે તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમી રહ્યો છે.

સ્મિથ માટે ઇંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ જીતનારી ટીમનો ભાગ બનવું હજુ પણ એક સપનું છે. ઓસ્ટ્રેલિયાએ 2019 અને 2023ની સિરીઝ 2-2થી ડ્રો થયા બાદ એશિઝ પોતાની પાસે રાખી હતી. પરંતુ ઇંગ્લેન્ડની ધરતી પર તેની છેલ્લી સિરીઝ જીત 2001માં આવી હતી.

સ્મિથે કહ્યું- ‘હું ઇંગ્લેન્ડમાં એશિઝ જીતવાનું ચોક્કસ પસંદ કરીશ. પરંતુ જોઈએ કે આ ક્યારે પૂરું થાય છે.’

સ્મિથે એશિઝમાં રમેલી 41 મેચોમાં 13 સદીની મદદથી 3703 રન બનાવ્યા છે. તે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં માત્ર ડોન બ્રેડમેનથી પાછળ છે. બ્રેડમેને 37 ટેસ્ટમાં 19 સદી સાથે 5028 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *