રાજકોટ ગ્રામ્ય LCBએ વિરપુર પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી ખુશાલ ઘનસુખભાઈ ઇટાલીયાને પકડી પાડ્યો છે. આરોપીને વિરપુર રવી હોટલ ઓવરબ્રિજ પાસેથી ઝડપી લેવાયો હતો.
LCB સ્ટાફને મળેલી ખાનગી બાતમીના આધારે, 35 વર્ષીય ખુશાલ ઘનસુખભાઈ ઇટાલીયા (પટેલ)ને પકડવામાં આવ્યો. તે સુરતના સરથાણા જકાતનાકા પાસે, શિવધારા સ્કાયલાઇટ, D-7, બ્લોક નં.702નો રહેવાસી છે.
આરોપી વિરુદ્ધ વિરપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 54 અને IT Act કલમ 66(D) મુજબ ગુનો નોંધાયેલો છે. ધરપકડથી બચવા તે ફરાર હતો.પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે વિરપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.