ઉપલેટામાં મેઘરાજાની એન્ટ્રી, રસ્તાઓ પાણી પાણી

ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ બદલાયું હતું. આજે બપોર પછી વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.

અચાનક વરસેલા વરસાદથી છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ ખુશી જોવા મળી.

બીજી તરફ, વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેતી માટે આ વરસાદ આશીર્વાદરૂપ બનતા ખેડૂતોમાં આશાનું વાતાવરણ સર્જાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *