ઈશાનની રેકોર્ડ બ્રેક ઈનિંગથી ગર્લફ્રેન્ડ થઈ ઇમોશનલ

દુલીપ ટ્રોફી ફાઇનલમાં ઇસ્ટ ઝોનના કેપ્ટન ઇશાન કિશને બેવડી સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. તેઓ 250 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયા. ચેન્નઈમાં સાઉથ ઝોન સામે રમાઈ રહેલી મેચમાં ઇસ્ટ ઝોને ટી-બ્રેક સુધી 6 વિકેટે 626 રન બનાવ્યા છે.

ઇશાને 270 બોલમાં બેવડી સદી ફટકારી

ઇશાને 270 બોલમાં બેવડી સદી ફટકારી. આ દરમિયાન તેણે 26 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ઇશાને 10 વર્ષ પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ કમાલ કરી છે. આ પહેલા તેણે વર્ષ 2016માં રણજી ટ્રોફીમાં પ્રથમ બેવડી સદી ફટકારી હતી.

આ તેના ફર્સ્ટ ક્લાસ કરિયરની પ્રથમ સદી પણ હતી. ઇશાને દિલ્હી સામે 273 રનની ઇનિંગ રમી હતી. ઇશાન કિશન અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10 સદી ફટકારી ચૂક્યો છે.

ઈશાન 250ના સ્કોર પર થાકને કારણે રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર ગયો. 130.2 ઓવરમાં એક રન લીધા પછી તે ખૂબ થાકેલો દેખાયો, ત્યારબાદ ફિઝિયોએ મેદાન પર આવીને તેની સાથે વાતચીત કરી.

ગર્લફ્રેન્ડે વરસાવ્યો પ્રેમ ઈશાન કિશનની શાનદાર ઇનિંગ્સ જોઈને તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ અને મોડેલ અદિતિ હુંડિયા પણ ખૂબ ખુશ દેખાઈ. બેવડી સદી ફટકાર્યા પછી તરત જ તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર ઇશાન વિશે એક સ્ટોરી પોસ્ટ કરી. તેમાં તેણે લખ્યું કે ચેન્નઈની આ ગરમીમાં 250નો સ્કોર બનાવવો સહેલો નથી હોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *