રાજકોટ ડિવિઝન દ્વારા જન્માષ્ટમી પર્વે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, વિવિધ રૂટો પર 4 જોડી અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ ટ્રેનો જાહેર

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝન સંબંધિત વિવિધ રૂટો પર વિશેષ ભાડા પર 4 જોડી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ ટ્રેનોમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ રહેશે. સ્પેશિયલ ટ્રેનોની વિગતો અનુસાર, ટ્રેન નંબર 09527 રાજકોટ-દ્વારકા સ્પેશિયલ 3 સપ્ટેમ્બર, 2026 ના રોજ રાજકોટથી 00:30 વાગ્યે ઊપડી 05:50 વાગ્યે દ્વારકા પહોંચશે, જ્યારે પરત દિશામાં ટ્રેન નંબર 09528 દ્વારકાથી 06:50 વાગ્યે ઊપડી 12:00 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં હાપા, જામનગર, કનાલુસ, ખંભાળિયા અને ભાટિયા રોકાશે.

બીજી ટ્રેન નંબર 09522/09521 દ્વારકા-ગાંધીનગર કેપિટલ વચ્ચે 3, 4 અને 5 સપ્ટેમ્બર દરમિયાન 3-3 ફેરા કરશે. દ્વારકાથી સવારે 06:50 વાગ્યે ઊપડી સાંજે 17:00 વાગ્યે ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગરથી રાત્રે 20:00 વાગ્યે ઊપડી બીજા દિવસે સવારે 05:50 વાગ્યે દ્વારકા પહોંચશે. આ ટ્રેન ભાટિયા, ખંભાળિયા, કનાલુસ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ, આંબલી રોડ અને ચાંદલોડિયા બી કેબિન સ્ટેશનો પર ઊભી રહેશે.

ત્રીજી ટ્રેન નંબર 09533/09534 રાજકોટ-દ્વારકા-રાજકોટ વચ્ચે 3 થી 7 સપ્ટેમ્બર દરમિયાન 4-4 ફેરા કરશે. રાજકોટથી રાત્રે 20:00 વાગ્યે ઊપડી બીજા દિવસે 01:20 વાગ્યે દ્વારકા પહોંચશે અને દ્વારકાથી રાત્રે 01:50 વાગ્યે ઊપડી સવારે 06:25 વાગ્યે રાજકોટ પહોંચશે. જ્યારે ચોથી ટ્રેન નંબર 09228/09227 બોટાદ-સુરેન્દ્રનગર વચ્ચે 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન 5-5 ફેરા કરશે. બોટાદથી બપોરે 12:10 વાગ્યે ઊપડી 13:40 વાગ્યે સુરેન્દ્રનગર પહોંચશે અને સુરેન્દ્રનગરથી 14:05 વાગ્યે ઊપડી 15:45 વાગ્યે બોટાદ પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *