સગરી પત્ની સાથે સંબંધ બાંધવો POCSO હેઠળ ગુનો

કેરળ હાઈકોર્ટે મંગળવારે 17 વર્ષની છોકરી પર બળાત્કારના આરોપી વ્યક્તિ વિરુદ્ધ કેસ રદ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે વૈવાહિક સંબંધ તેને કાર્યવાહીથી બચાવી શકે નહીં.

જસ્ટિસ જોબિન સેબેસ્ટિયને 19 ઓગસ્ટ 2026ના આદેશમાં આ ટિપ્પણી કરી હતી. આરોપીનો દાવો હતો કે સગીર પીડિતા તેની કાયદેસરની પત્ની છે. તેમના લગ્ન મુસ્લિમ રીતિ-રિવાજો અનુસાર થયા હતા.

આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 375 અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (POCSO) એક્ટ, 2012 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કોર્ટે કહ્યું કે છોકરીની ઉંમર 18 વર્ષથી ઓછી હતી, તેથી મુસ્લિમ પર્સનલ લો હેઠળ થયેલા લગ્ન પણ તેને POCSO હેઠળ દોષિત ઠેરવવાથી બચાવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *