શ્રાવણના બીજા સોમવારે સૌના સુખ-શાંતિ માટે પ્રાર્થના

ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ શ્રાવણ માસના બીજા સોમવારે જસદણના પ્રસિદ્ધ શ્રી ઘેલા સોમનાથ મંદિરે મહાપૂજા કરી હતી. આ દરમિયાન તેમણે સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

આ ધાર્મિક મુલાકાત સમયે બાલાજી ધામના ગર્ગાચાર્ય પીઠાધિપતિ મહેન્દ્રાનંદગીરીજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. રત્નાકરજીએ ભગવાન ઘેલા સોમનાથ મહાદેવના વિધિવત દર્શન કરી અભિષેક કર્યો હતો.

મહાપૂજા દરમિયાન મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ માસના પવિત્ર સોમવારે દાદાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *