રાજકોટમાં રીબડાના પાટિયાથી હીરાસર એરપોર્ટને જોડતા ગ્રીનફિલ્ડ સિક્સ લેન રોડના નિર્માણ મામલે ફરી વિરોધ સામે આવ્યો છે.અણીયારા ગામના ગ્રામજનો કલેક્ટર સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા જેમાં આ સિક્સ લેનના નિર્માણથી 1000 જેટલા ખેડૂતોની 1800 વિઘા જમીન કપાય તેમ છે. જે કપાતમાં સાઇડમાં બંને તરફ વધતી જગ્યાનો ખેતી માટે ઉપયોગ થઈ શકે તેમ નથી. જેથી આ જમીન સંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો તેઓને દવા પીવાનો વારો આવશે તેમ કહી ભાજપના જ આગેવાને વહિવટી તંત્ર અને સરકાર સામે લડતના મંડાણ કરવામાં આવશે.
રાજકોટ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય અને અણીયારા ગામના આગેવાન નિશિત ખૂંટે જણાવ્યું હતું કે, આજે અમે અણિયારા ગામ દ્વારા કલેક્ટરને જે આગામી સમયમાં રીબડાના પાટિયાથી હીરાસર એરપોર્ટને જોડતો ગ્રીનફિલ્ડ સિક્સ લેન રોડ બનવાનો છે. તેમાં જે જમીન સંપાદન થાય છે એમાં યોગ્ય વળતર મળી રહે એ માટે અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા હતા.
કલેક્ટર અને સરકાર દ્વારા યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો ખેડૂતોને દવા પીવાનો વારો આવશે કલેક્ટરને રજૂઆત કરવાનો મુખ્ય હેતુ એવો છે કે, આમાંથી 90% જે જમીન સંપાદન થાય છે એમાં 90% ખેડૂતો એવા છે કે જે ખેતી આધારિત ઉપર જ છે. એની પાસે અન્ય વ્યવસાય પણ નથી. અને અન્ય ખેડૂતો એવા છે કે જેમના ખેતીની જમીનમાંથી વચમાંથી રોડ નીકળે છે અને સાઇડમાં બંને બાજુ રોડ વધે છે. તો આ રોડ એ રીતનો વધે છે કે ભવિષ્યમાં એને ન તો ખેતી માટે ઉપયોગ કરી શકે કે ન તો અન્ય કોઈ વસ્તુઓ માટે ઉપયોગ કરી શકે.