રાજપાલ યાદવને 13 વર્ષમાં 250 કરોડનું નુકસાન થયું

બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવે ચેક બાઉન્સ અને લોન વિવાદ વચ્ચે દાવો કર્યો છે કે, છેલ્લા 13 વર્ષમાં તેને 200થી 250 કરોડ રૂપિયાનું અંગત નુકસાન થયું છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં 55 વર્ષીય એક્ટરે કહ્યું કે, તે એક જવાબદાર વ્યક્તિ છે અને જે લોકોના પૈસા બાકી છે, તે તેને ચૂકવી દેશે અથવા તેમના ઘરે પહોંચાડી દેશે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 16 કરોડ રૂપિયાની લોન ન ચૂકવવા બદલ તેના પૈતૃક ઘરની હરાજીની નોટિસ જારી કરી છે.

રાજપાલ યાદવે જણાવ્યું કે, 2013 થી 2016 ની વચ્ચે તેને સૌથી વધુ આર્થિક નુકસાન થયું. તેણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન વિદેશમાં તેના ઓછામાં ઓછા 50 પ્રવાસો છૂટી ગયા અને મળતી ફી પણ ઘણી ઓછી થઈ ગઈ.

ઉદાહરણ આપતા તેણે જણાવ્યું કે, જ્યાં તેને 100 રૂપિયા મળવા જોઈતા હતા, ત્યાં માત્ર 10 રૂપિયા મળ્યા. જોકે, રાજપાલે કહ્યું કે, તે આર્ટનો વિદ્યાર્થી છે અને તે પૈસા કરતાં પોતાની કળામાં પરફેક્શનને વધુ મહત્વ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *