સુરત-સાબરકાંઠા સહિત 15 જિલ્લામાં આગાહી, હળવોથી મધ્યમ વરસાદ પડી શકે

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં સૌથી વધુ વલસાડના દરમપુરમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સુરત, નવસારી, ડાંગના ચાર તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આજે રાજ્યના કોઈ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. બીજી તરફ, રાજ્યના મહત્તમ તાપમાનમાં 1°C વધારો નોંધાયો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે.દાસ અનુસાર, રાજ્યમાં અત્યારે 4 સિસ્ટમ સક્રિય છે. પરંતુ સિસ્ટમની એક્ટિવિટિ ઓછી હોવાથી હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે. આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, ડિપ્રેશન અને અન્ય એક ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે. અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જે સામાન્ય કરતા 1 ટકો ઓછો વરસાદ છે.

અમદાવાદમાં આજે વાદળછાયું આકાશ રહેવાની સાથે એકથી બે વખત વરસાદ પડવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2.5 મિમી વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં 1 જૂનથી અત્યાર સુધીમાં કુલ 587 મિમી મોસમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 74.9 મિમી વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *