રાજકોટના કોટડાસાંગાણીની સરકારી કોલેજ વિવાદમાં!

રાજકોટના કોટડાસાંગાણીની સરકારી આર્ટસ કોલેજમાં સીટ ખાલી હોવા છતાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં રોસ જોવા મળી રહ્યો છે. GCAS (ગુજરાત એડમિશન સર્વિસ પોર્ટલ) મારફત ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ પ્રવેશના 9 રાઉન્ડ બાદ પણ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા તેઓ અન્ય ખાનગી કોલેજમાં એડમિશન મેળવી રહ્યા છે. 130ની ઇન્ટેક કેપેસિટી સામે 32 એડમિશન થવા છતાં પણ પ્રવેશ ન મળતા ભાસ્કર સમક્ષ વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકારના આદેશ મુજબ, હાલ GCAS મેરીટ મુજબની પરંતુ કોલેજો સીધા વિદ્યાર્થીઓને એડમિશન આપી શકે છે. આમ છતાં પણ કોલેજ દ્વારા GCAS મૂજબ મેરીટનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. જોકે તેની સામે પ્રિન્સિપાલના જણાવ્યા પ્રમાણે, આજથી એડમિશનનો 10મો રાઉન્ડ શરૂ થતા GCASના મેરિટ મૂજબ ઓફર લેટર આપવાનું શરૂ થશે. કોઈ વિદ્યાર્થીઓને એડમિશન ન આપવું તેવો કોઈ ઈરાદો નથી.

વિદ્યાર્થી સિદ્ધરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ગત 18 મેના રોજ કોટડાસાંગાણીની ઠાકોર શ્રી મુળવાજી વિનયન કોલેજમાં એડમિશન માટે જીકાસ પોર્ટલમાં અરજી કરી હતી. મેં ફી પણ આપી છે અને એડમિશન પણ સબમિટ થયું છે. અરજી કર્યાના ત્રણ મહિના પછી પણ પ્રિન્સિપાલ તરફથી મને કોઈ અરજી લેટર આપવામાં આવ્યો નથી. જ્યારે મેં પ્રિન્સિપાલને ઓફર લેટર માટેનું પૂછ્યું ત્યારે મને એને મૌખિકમાં એમ કહ્યું કે તારું મેરિટ લિસ્ટમાં નામ છે નહીં. કોલેજમાં જાણ મુજબ ખાલી 31 એડમિશન થયા છે. તેની સામે 240 સીટ ખાલી છે. તો મેરિટ લિસ્ટ બનવાનો કોઈ સવાલ આવતો જ નથી. પ્રિન્સિપાલ અલ્પેશ જોશી અમને ભણવાથી વંચિત રાખવા માગે છે. મારા ધ્યાનમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેને પ્રિન્સિપાલે મૌખિક ઉદ્ધત જવાબ આપ્યો છે. એડમિશન ન આપવાનું કારણ શું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *