મુંબા દેવીના પણ દર્શન કર્યા, કહ્યું- ‘રીલ કલ્ચર અને માનસિક નક્સલવાદ અમારા માટે મોટો પડકાર’

બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌત મંગળવારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી. તેણે મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરી પૂજા-અર્ચના કરી અને ત્યાં થોડો સમય વિતાવ્યો.

મંદિર દર્શન દરમિયાન કંગના પીળી સાડીમાં જોવા મળી, જેના પર ગોલ્ડન બોર્ડર હતી. તેણે આ સાથે મેચિંગ બ્લાઉઝ અને ઓરેન્જ-ગોલ્ડન દુપટ્ટો પહેર્યો હતો. લાલ બિંદી, સિમ્પલ જ્વેલરી અને મિનિમલ મેકઅપથી તેણે પોતાનો લુક પૂરો કર્યો.

મંદિરમાં દર્શન કર્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી. કંગનાએ પોતાની પોસ્ટ દ્વારા જણાવ્યું કે, તેણે સિદ્ધિવિનાયક મંદિરની સાથે મુંબઈના માતા શ્રી મુંબા દેવી મંદિરના પણ દર્શન કર્યા.

તેણે લખ્યું, ‘આજે મુંબઈના રાજા શ્રી સિદ્ધિવિનાયકજી અને મુંબઈના માતા શ્રી મુંબા દેવીના દર્શન કર્યા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *