રાજકોટમાં દીકરીનો જન્મ થતાં જ સાસરિયાઓએ રંગ બદલી પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હોવાની શરમજનક ઘટના સામે આવી છે. પિયરમાંથી સ્ત્રીધન તરીકે મળેલા સોનાના દાગીના ગીરવે મૂકી દઈ, છેલ્લા 8 મહિનાથી તરછોડી દેવાયેલી પરિણીતા પર છૂટાછેડા લેવા દબાણ કરવામાં આવતું હતું. આ મામલે રાજકોટ મહિલા પોલીસ મથકે પરિણીતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ, કાકાજી સસરા, દાદાજી સસરા અને નણંદ સહિત 4 સાસરિયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
દીકરીના જન્મ બાદ સતત કાનભંભેરણી અને મારપીટ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ભોગ બનનાર વંશીકાબેનના લગ્ન વર્ષ ૨૦૨૪માં પાર્થ વાઘેલા સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પરિવાર સુભાષનગર ખાતે ભાડાના મકાનમાં રહેવા ગયો હતો, જ્યાં તેમણે પુત્રીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદ સાસરિયાઓ સતત કાનભંભેરણી કરી પતિ-પત્ની વચ્ચે ઝઘડા કરાવતા હતા. પુત્રી છ માસની હતી ત્યારે બીમાર પડતાં તેને હોસ્પિટલ લઈ જવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાઈ જઈને પતિ પાર્થે પત્નીને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. આ ઘટના બાદ કાકાજી સસરા પતિને પોતાની સાથે લઈ ગયા હતા અને પરિણીતાને માસૂમ બાળકી સાથે પિયર મોકલી દઈ તેડવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
સમાધાન માટે ગયેલા પિયરિયાંઓને કાઢી મૂક્યા પરિણીતાના મામા અને સગા-સંબંધીઓ સમાધાન કરાવવા માટે દાદાજી સસરાના ઘરે ગયા હતા. દાદાજી સસરા અને કાકાજી સસરાએ “અમારે સમાધાન કરવું નથી અને તમને તેડવા પણ નથી, છૂટાછેડા જ લેવાના છે” તેમ કહી અપમાનિત કરી કાઢી મૂક્યા હતા. નણંદ પણ અવારનવાર ફોન કરીને તેમજ રૂબરૂ આવી ઉશ્કેરણી કરી છૂટાછેડા આપી દેવા પતિ પર સતત દબાણ કરતી હતી. પતિ છેલ્લા 8 મહિનાથી પત્ની કે પોતાની માસૂમ દીકરીની કોઈપણ પ્રકારની સંભાળ લેતો નહોતો.
સ્ત્રીધનના સોનાના દાગીના જ્વેલર્સમાં ગીરવે મૂકી દીધા પરિણીતાએ ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમના લગ્ન અને સીમંત વખતે પિયર પક્ષ તરફથી મળેલું સ્ત્રીધન સાસરિયાઓએ પડાવી લીધું હતું: