જિયોનો IPO જેને લાગ્યો તેને બખ્ખા!

જિયોના IPOની રાહ જોઈ રહેલા રોકાણકારો તૈયાર થઈ જજો. રોયટર્સના અહેવાલ મુજબ આ IPO 21 ઓક્ટોબરે ખુલવાની શક્યતા છે. ગ્રે માર્કેટમાં પણ સ્થિતિ ઘણી મજબૂત છે. ઇન્વેસ્ટર્સ ગેઇનના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં જિયોના IPOનું GMP 151 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. IPOને લઈને નવું અપડેટ સામે આવ્યું છે.

અહેવાલ અનુસાર તાજેતરમાં અમેરિકા, યુકે, દુબઈ, સિંગાપોર અને હોંગકોંગમાં કંપનીએ આકાશ અંબાણી અને ઈશા અંબાણીની આગેવાની હેઠળ રોડ શો કર્યો છે.

જિયોના IPOનું કદ કેટલું હોઈ શકે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળની આ ટેલિકોમ કંપનીના IPOનું કદ 37,000 કરોડ રૂપિયાથી 27,800 કરોડ રૂપિયા હોઈ શકે છે. અહેવાલો અનુસાર ઇશ્યુ સંપૂર્ણપણે નવા શેરો પર આધારિત હશે. કંપની કુલ 27 કરોડ નવા શેર જાહેર કરી શકે છે.

જિયોના IPOની પ્રાઇસ બેન્ડ કેટલી હોઈ શકે

જિયોના IPOની પ્રાઇસ બેન્ડ 1,350 રૂપિયાથી 1,450 રૂપિયા હોઈ શકે છે. જો આવું થાય તો લિસ્ટિંગ બાદ કંપનીનું મૂલ્યાંકન 12.40 લાખ કરોડ રૂપિયાથી 13.40 લાખ કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. જણાવી દઈએ કે કંપનીનો લક્ષ્યાંક ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં લિસ્ટિંગ કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *