સાઉથ આફ્રિકા T-20 લીગના 5 વર્ષ પૂર્ણ

સાઉથ આફ્રિકાની T-20 લીગે પોતાના 5 વર્ષ પૂર્ણ કરી લીધા છે. 10 જાન્યુઆરી 2023ના રોજ કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં તેની પ્રથમ મેચ રમાઈ હતી.

અત્યાર સુધીમાં લીગની 16 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. ટીવી પર 50 કરોડથી વધુ લોકોએ તેની મેચો જોઈ છે. સોશિયલ મીડિયા પર પણ લીગના ફોલોઅર્સની સંખ્યા 40 લાખ સુધી પહોંચી ગઈ છે.

5મો સીઝન 17 જાન્યુઆરી 2027થી શરૂ થશે. પ્રથમ મેચમાં ગત સીઝનના ફાઇનલિસ્ટ્સ સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ અને પ્રિટોરિયા કેપિટલ્સ સામસામે ટકરાશે.

SA20ની પ્રથમ ચાર સીઝનમાં માત્ર બે ટીમો ચેમ્પિયન બની છે. સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપે 2023, 2024 અને 2026માં ખિતાબ જીત્યો. ટીમ 2025માં પણ ફાઇનલમાં પહોંચી હતી. જોકે ત્યારે MI કેપટાઉને ટ્રોફી પોતાના નામે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *