વૃદ્ધાની સારસંભાળ કરતી ઘરઘાટી મહિલાએ 16.70 લાખની ચોરી કરી

રાજકોટમાં કેરટેકર મહિલાએ વૃદ્ધાના ઘરમાંથી જ રૂ.16 લાખના દાગીના અને રૂ.70,000 રોકડ મળી કુલ 16.70 લાખની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. માલવીયાનગર વિસ્તારમાં કેરટેકર તરીકે કામ કરતી રાજસ્થાની મહિલાએ સોનુ અને રોકડ સેરવીને બીમાર હોવાનું બહાનું બનાવી રાજસ્થાન ઘરે જવા નીકળી ગઈ હતી.

બીજા દિવસે માતાએ પૈસા માગતા પુત્રએ કબાટ ખોલતા અંદરથી પૂરતા રૂપિયા ન જોવા મળતા ચોરી અંગે જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી માલવિયાનગર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી મહિલા કેરટેકરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

18,000ના પગારમાં કેરટેકર રાખી હતી કારખાનેદાર વિપુલભાઈ નાનજીભાઈ પટેલે ફરિયાદમાં કહ્યું હતું કે, આજથી ત્રણ વર્ષ પહેલા અમદાવાદની એજન્સી દ્રારા એક રમેશ નામનો વ્યક્તિ અમારા ઘરે પગારદાર તરીકે ઘરનું કામ કરવા આવ્યો હતો અને તેને માત્ર બે દીવસ જ કામ કર્યું હતું, જેથી હુ તેને ઓળખતો હતો. હાલ મારા માતા ઉંમર લાયક હોય તેમની સારસંભાળ રાખવા માટે એક સ્ત્રીની કેરટેકર તરીકે જરૂર હતી જેથી મે રમેશનો સંપર્ક કરી કોઇ કેરટેકર તરીકે સ્ત્રી હોય તો તેની જરુર છે. તેમ વાત કરી હતી જેથી તેણે 5 જુલાઈ, 2026ના રોજ એક છોકરી નામે બંસતીકુમારી ધુલેશ્વર મીણા અમારા ઘરે કામ કરવા માટે મોકલી હતી. તેને માસીક પગાર 18,000 ચુકવવા નક્કી કર્યા હતા.

પર્સમાથી 70,000 ઓછા થયા ને શંકા થઈ બંસતી અમારી સાથે જ રહી અને મારા માતાનુ ધ્યાન રાખવાનુ તે કામ કરતી હતી પરંતુ બંસતી છેલ્લા બે દિવસથી કહેતી કે મારી તબીયત સારી નથી મારે ઘરે રાજસ્થાન જવુ છે જેથી અમે રમેશને બીજી મહિલા માટે મોકલે પછી તુ તારા ઘરે જતી રહેજે કહ્યું હતું છતા 13 ઓગસ્ટ, 2026ના રોજ સાંજના 4.30 વાગ્યે બંસતીએ ફરીથી કહ્યું કે મારે ઘરે જાવુ છે. જેથી મે મારા ડ્રાઈવરને બસસ્ટેન્ડ ખાતે મુકવા માટે મોકલ્યો હતો. બાદમાં 5 વાગ્યા આસપાસ મારા માતાએ મને કહ્યું કે, કબાટમાં રાખેલ પર્સમાંથી થોડા રૂપિયા મને કાઢીને દે મારે જોઇએ છે જેથી હુ પર્સમાંથી રૂપિયા કાઢતો હતો ત્યારે મને ધ્યાને આવ્યું કે આ પર્સમાં મે રૂ.3.12 લાખ રાખ્યા હતા જેમાંથી રૂ. 70,000 ઓછા છે. મને શંકા જતા મે મારા પત્ની તથા માતાને બોલાવીને કહ્યું કે તમારા કબાટ તથા ખાનાઓમાં બીજી વસ્તુ કે દાગીના છે કે નહી તે તપાસો જેથી મારા પત્ની એ મારા બહેનને ફોન કરીને ઘરે ઝડપથી બોલાવતા અમે ચર્ચા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *