ખરાબ ઇન્ટરનેટ અને નાની સ્ક્રીનમાં VFX જોઈને ટ્રોલ કરે છે

નિતીશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ તેમાં બતાવેલા VFXની ચારેકોરથી ટીકા થઈ રહી છે. જોકે, હવે ફિલ્મના લીડ એક્ટર રણબીર કપૂરે ટ્રોલિંગ અંગે મૌન તોડ્યું છે. ‘કોલાઈડર’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં રણબીર કપૂર, નિતીશ તિવારી અને કો-પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ ટ્રોલ્સને જવાબ આપ્યો છે.

ખરેખરમાં, ટ્રેલર લોન્ચ થયા પછી ફિલ્મના ગ્રાફિક્સની ટીકા કરવામાં આવી રહી હતી. આના પર રણબીર કપૂરે કહ્યું કે, ‘સ્માર્ટફોન અને ખરાબ ઇન્ટરનેટ કનેક્શન પર લોકો ટ્રેલર જોઈને વિઝ્યુઅલ ઇફેક્ટ્સને જજ કરી રહ્યા છે.’ મેકર્સે દર્શકોને ફિલ્મને IMAX 3Dમાં જોવાની વિનંતી કરી છે અને જણાવ્યું છે કે, ‘હજુ VFXનું કામ પૂરું થવાનું બાકી છે.’

‘વાસ્તવમાં કોઈપણ સીનને તૈયાર કરવામાં અગણિત કલાકો અને ઘણા વર્ષોની મહેનત લાગે છે. પ્રોજેક્ટની શરૂઆતથી જ નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રા વિઝ્યુઅલ ઇફેક્ટ્સની મીટિંગ્સમાં બેસીને આકાશનો રંગ પણ સાચો કરવામાં લાગેલા રહે છે. તેમનું માનવું છે કે આજકાલના દર્શકોને કમ્પ્યુટર ગ્રાફિક્સથી પ્રભાવિત કરવા ખૂબ મુશ્કેલ કામ બની ગયું છે.’

મોટા પડદાના અનુભવ માટે લાખો ડોલર ખર્ચ્યા ફિલ્મના કો-પ્રોડ્યુસર અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એક્સપર્ટ નમિત મલ્હોત્રાએ કહ્યું કે, ‘લોકો યોગ્ય સ્ક્રીન અને વાતાવરણમાં વિઝ્યુઅલનો અનુભવ નથી કરી રહ્યા. જ્યારે તે જ વિઝ્યુઅલ IMAXમાં 3Dમાં જોવામાં આવશે, ત્યારે લોકોનો અભિપ્રાય બદલાઈ જશે.’

નમિતના મતે, ‘મેકર્સ મોટા પડદાનો શ્રેષ્ઠ અનુભવ આપવા માટે લાખો ડોલર ખર્ચી રહ્યા છે, પરંતુ લોકો ખરાબ ઇન્ટરનેટ કનેક્શનવાળા મોબાઇલ ફોન પર જોઈને ખામીઓ શોધવા લાગે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *