પહેલાં 8000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

કોડિંગથી લઈને દરેક કામમાં હવે ઉત્પાદકતા વધારવા માટે AIનો ઉપયોગ ઝડપથી થઈ રહ્યો છે. જ્યાં એક તરફ તેના કારણે ઘણી કંપનીઓમાં છટણી થઈ રહી છે, તો બીજી તરફ ઘણી મોટી ટેક કંપનીઓના CEO કહી રહ્યા છે કે AI હજારો નવી નોકરીઓને જન્મ આપશે. તેમાં Metaના CEO માર્ક ઝકરબર્ગનું નામ પણ સામેલ છે.

તેમનું માનવું છે કે AI આવનારા સમયમાં રોજગારની નવી તકો ઊભી કરશે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા સમય પહેલાં મેટામાં કામ કરતા 8000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. મીટ વેબસાઇટ પર એક બ્લોગમાં માર્કે કહ્યું છે કે સુપરઇન્ટેલિજન્સ એટલે કે એવું AI જે, મનુષ્યની વિચારવાની ક્ષમતાથી પણ આગળ નીકળી શકે છે, સમાજમાં ઘણા મોટા ફેરફારો કરી શકે છે.

Meta AI પર 145 અબજ ડોલર સુધી ખર્ચ કરશે

તેમણે કહ્યું કે તેની તકો અને પડકારો એટલા મોટા હશે, જેટલા આપણે આપણા જીવનમાં પહેલાં ક્યારેય જોયા નહીં હોય. તેથી તેને ગંભીરતાથી લેવું જરૂરી છે. જોકે, ઝકરબર્ગે AIથી થતા સંભવિત નુકસાન અને ખાસ કરીને નોકરીઓ પર પડતી અસરને લઈને થઈ રહેલી ચર્ચાઓ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે જો લોકો માને છે કે AIના કારણે મોટાભાગની નોકરીઓ અને મનુષ્યનું મહત્વ સમાપ્ત થઈ જશે, તો પછી તેઓ આવા ભવિષ્યને બનાવવાની આટલી ઉતાવળ શા માટે કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *