રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા. 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવાનો છે. જેમાં 228 સ્ટોલ અને પ્લોટ સામે 432 ફોર્મ ભરાયા હતા. જેમાં સૌ પ્રથમ ડ્રો બાદ 3 દિવસીય હરરાજી રાખવામાં આવી હતી. ડ્રો અને હરરાજી થકી વહીવટી તંત્રને 3.15 કરોડની આવક થઈ છે. લોકમેળાને શ્રેષ્ઠ નામ આપવા માટે લોકો પાસેથી ઓનલાઇન એન્ટ્રી મંગાવવામાં આવી હતી. જેમાં 4300થી વધુ એન્ટ્રી આવી હતી. જેને શોર્ટ લિસ્ટ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં લોકમેળાનું નામ જાહેર કરવામાં આવશે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગળની તારીખ 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો યોજાવાનો છે. કેટેગરી B રમકડાંના 100 સ્ટોલ, C નાની ખાણીપીણીના 8 સ્ટોલ, J મધ્યમ ચકરડીના 3 અને K નાની ચકરડીના 24 પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવ્યા હતા. જેના થકી વહિવટી તંત્રને રૂ.13,02,000ની આવક થઈ હતી.
જ્યારે 4 ઓગસ્ટના પ્રથમ દિવસે રૂ.53,40,000 લાખની આવક થઈ હતી. જેમાં કેટેગરી A એક્સ્પો માટેના 2 પ્લોટમાં કોઈએ રસ ન દાખવતા તે પ્લોટ ખાણીપીણીમાં કન્વર્ટ કરવામાં આવેલા હતા. જે બાદ 5 ઓગસ્ટના બીજા દિવસે રૂ.1,40,35,000 કરોડની આવક થઈ તો આજે તા.6 ઓગસ્ટના હરરાજીના છેલ્લા દિવસે રૂ.1,08,85,000 ની આવક થઈ છે. હરરાજી થકી કુલ રૂ.3,02,60,000 ની આવક થઈ છે. જ્યારે ડ્રો અને હરરાજી બંને થકી રૂ.3,15,62,000 ની આવક થઈ છે.