શેખ હસીના બોલ્યા- ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાછી ફરીશ

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બે વર્ષ પછી બુધવારે લોકોને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા. જ્યારે હસીના બોલી રહ્યા હતા, તે દરમિયાન તેમનો કેમેરા બંધ હતો. 25 મિનિટના ભાષણમાં તેમણે કહ્યું-

QuoteImage
મને ખબર છે કે તેઓ મને જેલમાં નાખી શકે છે અથવા મારી પણ શકે છે, તેમ છતાં હું ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાછી જઈશ. લોકોનો ટેકો મારા માટે ખૂબ જ જરૂરી છે. મૃત્યુદંડ, ખોટા કેસ અને દેખાડાની સુનાવણી મને ડરાવી શકતી નથી. મારી વિરુદ્ધ ચાલી રહેલી કાનૂની કાર્યવાહી ગેરકાનૂની, ગેરબંધારણીય અને રાજકીય હેતુથી પ્રેરિત છે.

QuoteImage
હસીનાએ એમ પણ કહ્યું કે તેમણે પોતાની ઈચ્છાથી બાંગ્લાદેશ છોડ્યું ન હતું. પ્રદર્શનકારીઓ વડાપ્રધાન આવાસ તરફ આગળ વધતા તેમની પાસે ત્યાંથી નીકળવા માટે માત્ર 30 થી 40 મિનિટનો સમય હતો. ત્યારે તેમને ખબર ન હતી કે તેઓ દેશ છોડીને જઈ રહ્યા છે. તેઓ પોતાના પૈતૃક ગામ તુંગીપાડા જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ સંજોગો એવા બન્યા કે દેશ છોડવો પડ્યો.

હસીનાના ભાષણ પછી બાંગ્લાદેશ સરકારે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ આ વાતથી દુઃખી છે કે નરસંહારની દોષિત શેખ હસીનાને દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરવા દેવામાં આવી. જ્યાં તેમણે બાંગ્લાદેશ અને તેના લોકો વિરુદ્ધ ઝેરી નિવેદનો આપ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *