કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ રોકવાના ઉકેલનો આઈડિયા

કાશ્મીરના કુલગામમાં 4 દિવસ પહેલા બે બહારના મજૂરોની આતંકવાદીઓએ હત્યા કરી હતી. આ હત્યા બાદ જમ્મુ-કાશ્મીર પ્રશાસને નવી સુરક્ષા રણનીતિ પર ચર્ચા તેજ કરી દીધી છે.

કાશ્મીર ખીણમાં હાલમાં લગભગ 4 લાખ પ્રવાસી મજૂરો રહે છે. LG મનોજ સિન્હાએ તેમની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ બેઠક કરી છે. તેમાં કેટલાક નિર્દેશો નક્કી થયા છે.

પ્રશાસન સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે આ નિર્દેશોમાં બે વાતો સૌથી મહત્વપૂર્ણ છે.

પ્રથમ- ખીણમાં જ્યાં પ્રવાસી મજૂરો વિખરાયેલા છે, અસુરક્ષિત જગ્યાઓ પર રહી રહ્યા છે, તેમને એક જ જગ્યાએ રોકવા માટે ક્લસ્ટર બનાવવામાં આવે. બાહ્ય મજૂરોને અલગ-અલગ રહેવા દેવામાં આવશે નહીં.
બીજું- ખીણમાં આવતા દરેક નવા મજૂરને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપવી પડશે. જ્યાં નવો મજૂર રહેશે, પોલીસ તે વિસ્તારનું સુરક્ષા વેરિફિકેશન કરશે. તે પછી મજૂરને ત્યાં રોકાવા દેવામાં આવશે.

ખીણમાં સેંકડો ઈંટ-ભઠ્ઠા છે, એકલા 199 રજિસ્ટર્ડ ભઠ્ઠા. મોટાભાગના મધ્ય કાશ્મીરના બડગામ અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, કુલગામ અને પુલવામામાં છે. પોલીસ અનુસાર પ્રવાસીઓને વ્યક્તિગત સુરક્ષા આપવી વ્યવહારિક રીતે શક્ય નથી.

તેથી ઈંટ-ભઠ્ઠા અને બગીચાઓમાં કામ કરતા યુપી, બિહાર અને છત્તીસગઢના શ્રમિકોને છૂટીછવાઈ ઝૂંપડીઓને બદલે ‘નિયુક્ત સુરક્ષિત ક્લસ્ટરો’માં મોકલવાનું શરૂ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *